આપણી ભારતીય સંસ્કૃતિ માં તુલસી ને માતા ને દરજ્જો આપવામાં આવ્યો છે. ખરેખર તુલસી છે પણ એટલી પવિત્ર અને ગુણકારી .આપણા સૌના ઘર આંગણે કે બાલ્કની માં એક તુલસી નો છોડ તો હોય જ છે . પણ શું તમે એ જાણો છો કે તુલસી એ કેટલી ઉત્તમ અને ગુણકારી ઔષધી છે. તુલસી પૂજનીય તો છે સાથે સાથે તે અતિ ગુણકારી પણ છે માટે જ તો તેને આરોગ્યલક્ષ્મી પણ કહી છે .
તો આવો જોઈએ તુલસી આપણા જીવન માં કેટલી ઉપયોગી અને લાભદાયી છે .
(૧) વેજ્ઞાનિકો નું કહેવું છે કે તુલસી એ પ્રદુષિત વાયુ નું શુદ્ધિકરણ કરે છે માટે આપણે સૌ આપણા ઘરે એક તુલસી નો છોડ તો અવશ્ય વાવવો જ જોઈએ .
(૨) તુલસી અને કાળા મરી નો ઉકાળો બનાવીને પીવાથી શરદી , ખાંસી તેમજ તાવ માં આરામ મળે છે .
(૩) આયુર્વેદ વિશેશ્ગ્યો નું કહેવું છે કે તુલસીના પત્તા નું દહીં સાથે સેવન કરવાથી શરીરની ચરબી ઓછી થાય છે અને વજન પણ ઘટે છે.
(૪) તુલસીના પાન ના નિત્ય સેવન થી રક્તકણો ની વૃદ્ધિ થાય છે તેમજ શરીર સ્ફૂર્તિલું બને છે .
(૫) તુલસીના પાન નિયમિત ચાવીને ખાવાથી બ્લડ પ્રેશર પણ કંટ્રોલ માં રહે છે તેમજ પાચનતંત્ર નિયમિત બને છે .
(૬) તુલસી ના પત્તા ના સેવન થી મોઢા ની દુર્ગંધ દૂર થાય છે.
(૭) તુલસી નું સેવન કીડની ની કાર્યક્ષમતા માં વધારો કરે છે . તેમજ તુલસીના રસમાં મધ મેળવીને છ મહિના પીવાથી કીડની ની પથરી પણ નીકળી જાય છે.
(૮) જેમને શારીરિક નબળાઈ રહેતી હોય તેમજ થાક ખુબજ લાગતો હોય તેવા લોકો માટે પણ તુલસી ખુબજ ગુણકારી છે , એના સેવન થી શારીરિક નબળાઈ દૂર થાય છે .
(૯) ચામડી પર સફેદ ડાઘ હોય એવા લોકો માટે પણ તુલસીનું સેવન ખુબજ લાભદાયી છે.
(૧૦) દરરોજ સવારે ભૂખ્યા પેટે પાણી સાથે તુલસી ના પાંચ થી સાત પત્તા ચાવીને ખાવાથી શારીરિક બળ તેમજ સ્મરણ શક્તિ બંનેમાં વધારો થાય છે .
(૧૧) નિયમિત તુલસીના સેવન થી એસીડીટી , ગેસ તેમજ કબજીયાત માં રાહત થાય છે .
(૧૨) લીબું ના રસમાં તુલસીનો રસ મિક્સ કરીને ચહેરા પર લાગવાથી ખીલ ની સમસ્યા માં થી છૂટકારો મળે છે.
(૧૩) તુલસીના સૂકા પાન નો પાઉડર બનાવીને તેમાં સહેજ પાણી મિક્સ કરી પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવી થોડી વાર માલીશ કરો , પછી થોડી વાર એમજ રહેવા દઈ ઠંડા પાણી થી મોઢું ધોવાથી ચહેરા પર ગ્લો આવશે.
(૧૪) તુલસીના પત્તા નો રસ કાઢી એક ચમચી રસ પીવાથી પેટના દુખાવામાં આરામ મળે છે .
(૧૫) તુલસી તેમજ આદુનો રસ મિક્સ કરીને પીવાથી ઉલટી તેમજ ઉબકા માં રાહત મળે છે .
(૧૬) તુલસીના પત્તા અને લીબુના છોતરા મિકસ કરીને પીસીને ધાધર તેમજ ખરજવા ઉપર લગાવાથી ખંજવાળમાં આરામ મળે છે.
(૧૭) તુલસી અન મૂળ ગર્ભવતી સ્ત્રી ની કમર પર બાંધવાથી એને પ્રસવ પીડામાં રાહત મળે છે તેમજ પ્રસવ પણ ઝડપી થાય છે .
(૧૮) સ્નાયુઓનો દુખાવો અને માથાનાં દુખાવામાં પણ તુલસી ઉપયોગી છે , તુલસીનો અને આદુનો રસ સપ્રમાણ એટલે કે એક એક ચમચી લઇ તેને મિક્સ કરી પીવો . દુખાવામાં રાહત થશે .
આમ , તુલસીનું આરોગ્ય પ્રદાનમાં માં ઘણું યોગદાન છે , અને આપણે સૌ જાણીએ છીએ કે તુલસી કેટલી લાભદાયી અને ઉત્તમ છોડ છે તો આવો આપણે સૌ મળીને એક એક તુલસીનો છોડ વાવીએ અને વાતાવરણ ને પ્રદુષણ મુક્ત અને માનવજાતને રોગમુક્ત બનાવીએ. ઉપર આપેલા દરેક આયુર્વેદિક ઉપાયો આમ તો કોઈપણ પ્રકારે નુકશાન કારક નથી તોપણ જે પણ વ્યક્તિને કોઈપણ જાતની બીમારી કે એલર્જી હોય એવી વ્યક્તિએ આ ઉપાયો કરતા પહેલા ડોક્ટર ની સલાહ અવશ્ય લેવી.