અરડૂસીના છે અનેક ગુણ જાણશો તો આખો શિયાળો ઉપયોગ કરશો - Ayurveda Idea

Post Top Ad

Responsive Ads Here

અરડૂસીના છે અનેક ગુણ જાણશો તો આખો શિયાળો ઉપયોગ કરશો

Share This

 




અરડૂસીને  આયુર્વેદમાં  શ્રેષ્ઠ  કફનાશક  કહી  છે.  કારણકે  અરડૂસીમાં  રહેલો  કડવો  અને  તૂરો  રસ  સારી  રીતે  કફનો  નાશ  કરે  છે.અરડૂસીને  આયુર્વેદમાં  શ્રેષ્ઠ  કફનાશક  કહી  છે.  કારણકે  અરડૂસીમાં  રહેલો  કડવો  અને  તૂરો  રસ  સારી  રીતે  કફનો  નાશ  કરે  છે.  

અરડૂસી  એક  ઔષધિય  વનસ્પતિ  છે.  એનાં  પર્ણોમાં  વેસિન  નામક  ઉપક્ષાર  હોય  છે,  જેનો  ઉપયોગ  વિભિન્ન  પ્રકારની  દવાઓના  રૂપમાં  કરવામાં  આવે  છે.  ઔષધિઓ  અરડૂસીનાં  પાંદડાંઓ  તેમજ  મુળિયાંઓમાંથી  તૈયાર  કરવામાં  આવે  છે.            



તેનો  છોડ  ૪  થી  ૧૦  ફૂટ  ઉંચો  થાય  છે  તેના  પાન  જામફળીનાં  પાનને  મળતાં  ૩-૪  ઇંચ  લાંબા  અને  દોઢ  –  બે  ઇંચ  પહોળાં  તથા  અણીદાર  હોય  છે.  તેની  પર  તુલસીની  માંજરની  જેમ  હારબંધ  સફેદ  રંગના  ફૂલ  થાય  છે.  તેની  ધોળી  અને  કાળી  એમ  બે  જાતોમાં  કાળી  વધુ  ગુણકારી,  ગરમ  અને  કફનાશક  છે.  ઘણે  સ્થળે  બાગ-બગીચા  તથા  ખાનગી  ખેતર-વાડીમાં  તે  વવાય  છે.    



સુકી  અને  કફવાળી  એમ  બન્ને  ઉધરસમાં  અરડૂસી  ખૂબ  જ    હિતાવહ  છે.  કફ    છૂટતો  ન  હોય,  ફેફસામાં  અવાજ  કરતો  હોય,  કાચો  ફીણવાળો  કફહોય,  ઉધરસ  દ્વારા  તેને  કાઢવામાં  તકલીફ  થતી  હોય,  તેમાં  અરડૂસીસારુ  કામ  કરે  છે.  અરડૂસી  એ  ક્ષયમાં  ખુબ  જ  સારી  છે.ક્ષયની  આધુનિક  દવા  ચાલતી  હોય  તેની  સાથે  પણ  અરડૂસીનો  ઉપયોગ  થઈ  શકે.  અરડૂસી  ઉત્તમ  ઉત્તેજક,  કફનિઃસારક  અને  સંકોચ  વિકાસ  પ્રતિબંધક  છે,  તેના  ફૂલો,  તીખાં,  કડવા,  તૂરા,  મૂત્રજનન,  કફધ્ન,  જવરધ્ન  અને  લોહીની  ઉષ્ણતા  ઓછી  કરનાર  છે.  



અરડૂસી  નો  ઉપયોગ  :  

ખાંસી,  શ્વાસ,  કફ  અને  ક્ષય  રોગ  માટે  અરડૂસીનાં  પાન  તથા  તેનાં  પુષ્‍પોનો  રસ  કાઢી,  તેમાં  મધ  નાખી  રોજ  સવાર-સાંજ  આપવો.  અરડૂસીના  પાનનો  તાજો  રસ  પીવાથી  ઉધરસ,  રક્તપિત્ત,  કફજ્વર,    ફલુ,  ક્ષય  અને  કમળામાં  ફાયદો  થાય  છે.  અરડૂસી  ના  રસ  નો  ઉપયોગ  કરવાથી  રક્તપિત્ત,લોહી  ની  વાઉલ્ટીથવી,મળમૂત્ર  માર્ગ  થી  લોહી  પડવું  ,દાત  માંથી  પડવું  લોહી    વગેરે  જે  રોગો  ને  મટી  શકે  છે.

Post Bottom Ad

Responsive Ads Here